પડધરીના ઇશ્વરિયા ગામે રહેતા વિજયભાઇ બાબુભાઇ પરેશા (ઉ.39) અને તેના મિત્ર સાગરભાઇ સાથે યુનિવર્સિટી રોડ તરફ જતા પુલ પાસેની નદીમાં નહાવા માટે ગયા હતા. બન્ને નહાવા પડ્યા બાદ વિજયભાઇ ઊંડા પાણીમાં ગરક થઇ ગયા હતા.
દરમિયાન તેના મિત્ર સાગરભાઇએ તેને બહાર કાઢી બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં પડધરી પોલીસે તપાસ કરતાં મૃતક વિજયભાઇ ફેન્સિંગની દીવાલ બનાવવાનું કામ કરતા હતા અને તે બે ભાઇ એક બહેનમાં મોટા હતા તેમજ તેને સંતાનમાં એક પુત્ર અને બે પુત્ર હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.