શહેરમાં રૈયાધાર પાસેના બાપા સીતારામ ગૌશાળા પાસે ઓસ્કાર બિલ્ડિંગ નજીક ભાડાના મકાનમાં ભાઇ ભાભી સાથે રહેતા તરુણે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં તેના પરિવારમાં શોક છવાયો છે.
રૈયાધાર પાસે રહેતા વીર બટુકભાઇ હળવદિયા (ઉ.16) એ પોતાના ઘેર છતના પાઇપ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ કારેથા સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછતાછમાં મૃતકના ભાઇએ જણાવ્યું હતું કે, તેના ફઇની પુત્રી સાથે વાત કરતો હોય જેની ફુવાને જાણ થઇ જતા તેને ધમકાવશે તેવા ડરથી આ પગલું ભરી લીધાનું જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.