શહેરમાં મુંજકા ચોકડી પાસે બેકાબૂ વાહને ઠોકરે લેતા બાઇકસવાર યુવકનું મોત નીપજતા યુનિવર્સિટી પોલીસે અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડી લેવા મથામણ કરી છે.
સાધુ વાસવાણી રોડ પર રહેતા ગોપીનભાઇ બીરે સનાર નેપાળી તા.13ના રોજ તેનું બાઇક લઇને જતા હતા તે દરમિયાન મુંજકા ચોકડી પાસે બેકાબૂ વાહને ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ ઝાલા સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક મૂળ નેપાળના અને કેટલાક સમયથી રાજકોટ રહેતો હતો અને ઘરેથી જતો હતો તે દરમિયાન મુંજકા ચોકડી પાસે બનાવ બન્યાનું તેના પરિચિત પ્રકાશભાઇ માનસીંગભાઇ પરિયારએ જણાવતા પાેલીસે પ્રકાશભાઇની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી હતી.