મુંબઈ જતી મહિલાની હેન્ડબેગમાં 7ને બદલે 13 કિલો વજન હતું

અમદાવાદ એરપોર્ટ પર એક મહિલા પેસેન્જરે 6 કિલો વધુ વજન લઈ જવાની હઠ પકડતાં થયેલી રકઝકમાં મહિલા પેસેન્જરે અકાશા એરલાઈનની મહિલા કર્મચારીને લાફો મારી દેતાં પોલીસ બોલાવવી પડી હતી.મુંબઈ જઈ રહેલી મહિલા પેસેન્જર કાઉન્ટર પર લગેજ ચેકઈન કરાવવા ગઈ ત્યારે હેન્ડબેગમાં 7ને બદલે 13 કિલો વજન હતું.

એરલાઈને ચાર્જ ન ભરે તો વધારાનું વજન લઈ જવા દેવા ઈન્કાર કર્યો હતો. મહિલા પેસેન્જરની દલીલ હતી કે, તેના સાથી પેસેન્જરનો માલસામાન પણ તેની હેન્ડગબેગમાં હતો અને બે પેસેન્જરના મળી 14 કિલો લગેજને લઈ જવાની મંજૂરી છે માટે તેને જવા દેવામાં આવે. જો કે, એરપોર્ટ સ્ટાફે 7 કિલોનો નિયમ સમજાવ્યો હતો છતાં મહિલા માની ન હતી અને ઘર્ષણ શરૂ થયું હતું. મહિલા પેસેન્જરે એરલાઈન કર્મચારીને લાફો મારી દેતાં સ્ટાફના સભ્યો પણ દોડી આવ્યા હતા અને સીઆઈએસએફે દરમિયાનગીરી કરવી પડી હતી. આખરે મહિલા વિરુદ્ધ ફરિયાદ કરી તેને ફ્લાઈટમાં બેસવા દેવાઈ ન હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *