વડોદરા શહેરમાં ગઈકાલે વધુ એક કૂટણખાનું શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યું છે. સનરાઇઝ ટાવરમાં ફ્લેટમાં મહિલા પાંચ યુવતીને રાખી દેહવ્યાપારનો ધંધો કરાવતી હતી. પોલીસે પાંચેય યુવતીને મુક્ત કરાવી એક શખસની ધરપકડ કરી છે, જ્યારે સંચાલક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે. મહિલા ગ્રાહક પાસેથી 1200થી 1500 રૂપિયા લેતી હતી.
વાઘોડિયા રોડ પરથી AHTUની કાર્યવાહીમાં કૂટણખાનું ઝડપી લેવામાં આવ્યું છે અને 5 યુવતીને દેહવ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી છે. વડોદરા AHTUના પીઆઈ ડો. બી.બી પટેલ અને ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ચંદ્રિકા ઉર્ફે રીટા બાબુભાઇ શાહ (રહે, ફ્લેટ નંબર 101 સનરાઈઝ ટાવર વૈકુંઠ ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ, વડોદરા) પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જરૂરિયાતમંદ યુવતીઓને બોલાવી પોતાના ફ્લેટમાં રાખી ઈચ્છુક પુરુષો સાથે યુવતીદીઠ રૂપિયા 1200થી 1500નો ભાવ લઈ ઉપરોક્ત ફ્લેટમાં દેહવ્યાપારનો ધંધો કરે છે.