પ્રાથમિક પુછપરછમાં મૃતક ગીતાબેન કવાને સંતાનમાં 4 પુત્રી છે અને વેરાવળ ગામે સાસરીયું ધરાવતી પુત્રી રવિનાના ઘરે 15 દિવસ પૂર્વે આંટો મારવા ગયા હતાં. આ દરમિયાન તસ્કરોએ ગીતાબેન કવાના ઘરને નિશાન બનાવી રૂ.5 લાખની માલમત્તાની ચોરી કરી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના દિવસે દંપતિ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદની કાર્યવાહી અંગે જાણવા જતાં હતાં ત્યારે બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા ગીતાબેન કવાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ગોંડલ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.