પુત્રો સાચવશે નહીં તેની ચિંતામાં વિધવા મહિલાનો ઝેર પી આપઘાત

રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળના પારડી ગામે વિધવા મહિલાએ પોતાના ઘેર ઝેરી દવા પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતા પુત્રો હવે તેને સાચવશે નહીં તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શાપર-વેરાવળના પારડી ગામે રહેતા નીમુબેન ભૂપતભાઇ સાહેલિયા (ઉ.45)એ પોતાના ઘેર ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બનાવને પગલે શાપર પોલીસ મથકના જમાદાર અજયભાઇ સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક મહિલાને સંતાનમાં બે પુત્રો હોવાનું અને તેના પતિનું કેટલાક સમયથી અવસાન થયું હોય મોટા પુત્ર સાથે રહેતા હોય અને નાનો પુત્ર અલગ રહેતો હોવાનું પરિવારે જણાવતા પોલીસે વધુ તપાસ કરતા મહિલાને પુત્રો સાચવતા ન હોય તેની ચિંતામાં આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *