જસદણના આંબરડી ગામમાં ભરવાડ સમાજનો લગ્નોત્સવ ઉજવાયો

કડુકા સમુહ લગ્ન સમિતિ દ્વારા ભવ્ય સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. જસદણના આંબરડી (જામ) મુકામે સમગ્ર ભરવાડ સમાજની 73 દીકરીનો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો. આ આયોજનમાં 28,000 લોકોએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. આ આયોજનમાં ભરવાડ સમાજનાં સાધુ-સંતો અને રાજકોટનાં સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, ગેલાભાઈ ઝાપડા, સમગ્ર રસોઈના દાતા હરેશભાઈ મુંધવા, ભાજપ મહામંત્રી વનરાજભાઈ ખીંટ તેમજ સમાજના આગેવાનો સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનમાં સમગ્ર આંબરડી ગામ ધુમાડાબંધ જમણવાર યોજાયો હતો.

આ સમૂહલગ્નના આયોજનને લઈને આખા આંબરડી(જામ) ગામમાં આનંદ ઉત્સાહનો માહોલ જામ્યો હતો. સાથે હજારોની સંખ્યામાં નાના-મોટા ફેરીયાઓને 30 વિઘા જમીન પણ ધંધો કરવા માટે ફાળવવામાં આવી હતી અને ધંધાર્થીઓએ આ આયોજનને લીધે નાની મોટી રોજી રોટી પણ મેળવી હતી. આ સમુહલગ્ન મહોત્સવમાં 73 દીકરી-દીકરા મળી કુલ 146 પરીવાર પોતાના સગા-વ્હાલા અને સંબંધીઓ સાથે પધાર્યા હતા. ભરવાડ સમાજ તથા ગામ લોકો મળી કુલ 30,000 જેવી જનમેદની ઉમટી પડી હતી. આ આયોજનના કારણે ભવ્ય લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *