વડોદરામાં દિવાળી પર્વને લઈને શ્રી આદિત્ય ફાઈન આર્ટ્સ દ્વારા રંગોળી પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા રામમંદિરને લઈને પુનઃ પ્રવેશ અને પ્રાઈડ ઓફ ભારત ટાઇટલથી વિરાટ કોહલીની રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું છે. આ રંગોળીઓ તૈયાર કરતા કલાકારોને 3થી 6 દિવસ સુધીનો સમય લાગ્યો હતો.
વડોદરામાં દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી પ્રદર્શનની શરૂઆત થઈ છે. આ રંગોળીના રંગોથી તૈયાર કરવામાં આવેલ મનમોહક અને જીવંત લાગતા આબેહૂબ ચિત્રો વડોદરાના યુવા અને વરિષ્ઠ કલાકારોએ તૈયાર કર્યાં છે. જેને નિહાળવા વડોદરાનાં નગરજનો આવી રહ્યાં છે. અહીં 13 જેટલી રંગોળી બનાવવામાં આવી છે. જેમાં શિતેશ પાટીલ દ્વારા “પુનઃ પ્રવેશ ” અને ચેતન મોહિત દ્વારા પ્રાઇડ ઓફ ભારત ટાઈટલથી વિરાટ કોહલીથી મનમોહક રંગોળી બનાવી છે.