અઢી વર્ષની બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં પડી

દ્વારકાના રાણ ગામમાં રહેતા એક પરિવારની બાળકી ફળિયામાં રમી રહી હતી. એ દરમિયાન અકસ્માતે બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી હોવાની ઘટના બની હતી. ઘટનાની જાણ દ્વારકા નગરપાલિકાના ફાયર વિભાગને કરાતાં ફાયર ટીમ, 108 એમ્બ્યુલન્સ તથા ડોક્ટરોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ બાળકી 25થી 35 ફૂટ ઊંડે ફસાયેલી હોવાનું અનુમાન છે. બચાવ ટીમે તેને ઓક્સિજન આપવાની સાથે બચાવ કામગીરી હાથ ધરી છે. જોકે સફળતા ન મળતાં બાળકીના બચાવકાર્ય માટે ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસેથી મદદ માગવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકાના રાણ ગામમાંથી મોટા અહેવાલ આવ્યા છે, જ્યાં એંજલ શાખરા નામની બાળકી રમતાં રમતાં બોરમાં પડવાની ઘટના બની. બાળકી ફળિયામાં રમતી હતી ત્યારે અચનાક તે બોરવેલ આગળ પહોંચી ગઈ હતી અને અકસ્માતે બોરમાં પડી ગઈ હતી. સ્થાનિક તંત્રએ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઈ બાળકીનું રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક બાળકી બોરવેલમાં પડતાં ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને તંત્રને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સે બોરવેલની અંદર ઓક્સિજન મોકલવાની કામગીરી હાથ ધરી હતી. જોકે બચાવકાર્યમાં સફળતા ન મળતાં ડિફેન્સ, NDRF, SDRFની ટીમ પાસે મદદ માગવામાં આવી છે.

બાળકી 100 ફૂટ ઊંડા બોરવેલમાં ખાબક્તાં હાલ 25થી 35 ફૂટ ઊંડે ફસાઈ હોવાનું અનુમાન છે. તેને બચાવવા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. 108 એમ્બ્યુલન્સ દ્વારા બોરવેલ અંદર ઓક્સિજન મોકલવામાં આવી રહ્યો છે. કલેક્ટર, મામલતદાર, TDO સહિતના તમામ અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે. જાણકારી મુજબ સાંસદ પૂનમ માડમ પણ ટૂંક સમયમાં ઘટનાસ્થળ પર પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *