અમરેલી ખાણખનીજ વિભાગની ટીમ શેત્રુંજી નદીમાં ત્રાટકી

અમરેલી જિલ્લાના ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો ઉપર ફરીવાર તવાઈ બોલાવવામાં આવી છે. કલેક્ટર અજય દહીયાના માર્ગદર્શન હેઠળ અમરેલી ખાણ ખનીજ અધિકારી સુમિત ચૌહાણની ટીમ દ્વારા શેત્રુંજી નદીમાં અલગ અલગ સ્થળે દરોડો પાડતા બીનધિકૃત રીતે ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો ઝડપી લેવામાં આવ્યા છે.

રેતી ચોરીની પ્રવુતિ અંકુશમાં લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં લીલીયામાં ભેંસવડી ખનીજ ચોરી કરતા 2 ડમ્પર, 1 લોડર વાહન ઝડપી પાડી સિઝ કરી દેવામાં આવ્યા છે. લીલીયા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. ઉપરાંત જીરા બોટાળા વિસ્તારમાંથી 1 રેતી ભરેલું ટ્રેક્ટર રેડ દરમ્યાન ભાગી જતા પોલીસ ફરિયાદ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાણ ખનીજ વિભાગની ટીમ સાવરકુંડલા રૂલર પોલીસ સ્ટેશનમાં પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી રોયલ્ટી ઇન્સ્પેકટર ભાવેશ સાધુએ જણાવ્યું હતું કે, 30 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. જેમાં 2 ડમ્પર, 1 લોડર બીનઅધિકૃત રીતે રેતી ચોરી કરતા હતા અને હવે દંડની કાર્યવાહી કરશે એક ટ્રેક્ટર ચાલક ભાગી ગયો છે તેની તપાસ ચાલુ છે અને જરૂર પડશે તો પોલીસ ફરીયાદ નોંધીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *