વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં ફ્લેટમાં ફાકેની આડમાં ચાલતા કપલ બોક્સનો એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે (AHTU) પર્દાફાશ કર્યો છે. ફાફેના મેનેજરની ધરપકડ કરી અને બે મહિલા માલિકને વોન્ટેડ જાહેર કરી છે.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, અકોટા વિસ્તારમાં આવેલ હોટલ તાજ વિવાન્તાની સામે સપ્તગીરી ફ્લેટમાં આવેલ ડાર્ક બાઇટ કેફે-2ના માલિકે પોતાના કાફેમાં એકાંતમાં બેસી કોઈ જોઇ ન શકે તેવી બંધ જગ્યા (કપલ બોક્સ) બનાવ્યું છે. જેથી એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે રેડ કરી હતી. જ્યાં કપલ બોક્સ મળી આવ્યું હતું.
એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કાફેના મેનેજર સોહિલ રઝાકભાઇ અજમેરી (રહે-પત્રકાર કોલોની, તાંદલજા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. ઉપરાંત કેફેના માલિક નિલોફર શેખ (રહે. તાંદલજા, વડોદરા) અને ભાગીદાર રૂપલ સોની (રહે. વાઘોડિયા રોડ, વડોદરા)ને વોન્ટેડ જાહેર કરી છે. આ મામલે જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં 188 અને 114 કલમ મુજબની ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.