અયોધ્યામાં રામાયણની થીમ પર ટેબ્લો

અયોધ્યામાં 7મી વખત 11મી નવેમ્બરે એટલે કે આજે સાંજે દીપોત્સવ યોજાશે. રામ કી પૌડીના 51 ઘાટ પર 21 લાખ દીવા પ્રગટાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે. આ માટે 24 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આજે વહેલી સવારે રામાયણની થીમ પર આધારિત ટેબ્લો કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન વરસાદ પણ શરૂ થયો હતો. બધા આર્ટિસ્ટ વરસાદમાં ભીંજાઈને નાચતા જોવા મળ્યા હતા. ગત વખતે સરયૂના કિનારે 15 લાખ 76 હજાર દીવા પ્રગટાવવાનો રેકોર્ડ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધાયેલો છે.

દીપોત્સવ પહેલાં ભગવાન શ્રીરામ, માતા સીતા અને ભાઈ લક્ષ્મણના સ્વરૂપ પુષ્પક વિમાનમાંથી રામકથા પાર્કમાં ઊતરશે. આ દરમિયાન રાજ્યપાલ આનંદીબેન પટેલ અને સીએમ યોગી આદિત્યનાથ ત્યાં હાજર રહેશે. તેઓ ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કરશે. તેમની આરતી પણ કરશે.

અયોધ્યામાં આજે 19 ઝાંખીઓ કાઢવામાં આવી હતી. ટેબ્લો દ્વારા ભગવાન રામના જન્મથી લઈને રામ રાજ્યના અભિષેક સુધીની સફર બતાવવામાં આવી છે. જેમાં રામાયણ કાળ દરમિયાનનું શિક્ષણ, દક્ષિણથી ઉત્તર સુધીના લોક સાંસ્કૃતિક કાર્યક્રમો, સુરક્ષા, ભયમુક્ત સમાજ, બાળકોના અધિકારો, મૂળભૂત શિક્ષણ, રામ-સીતા વિવાહ, દીકરીઓના લગ્ન માટે સરકાર દ્વારા કરવામાં આવતી વ્યવસ્થા, મિશન શક્તિ, મહિલા સુરક્ષા, મહિલા સન્માનના સંદેશાઓ, મહિલા હેલ્પલાઈન નંબર, વન અને પર્યાવરણ, રામેશ્વરમ બ્રિજ, પુષ્પક વિમાન, બહેતર હવાઈ મુસાફરી કનેક્ટિવિટી, કેવટ ઘટના, બહેતર કાયદો અને વ્યવસ્થા, શબરી-રામ મિલાપ, લંકા દહન, જમીન માફિયાઓ સામેની કાર્યવાહી વગેરે વિશે માહિતી આપવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *