રાજકોટમાં PGVCLમાં બદલી-બઢતીનો દોર

વીજકંપનીઓમાં બદલીનો દોર ચાલી રહ્યો હોય તેમ ગત વર્ષે ઉર્જા વિકાસ નિગમમાં મુકાયેલા જસ્મીન ગાંધીની ફરી PGVCLમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત PGVCLમાં પણ ત્રણને પ્રમોશન ઉપરાંત અન્ય 8ની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેથી કહી શકાય કે, PGVCLમાં બદલી અને બઢતીનો દોર શરૂ થયો છે. જેનાથી અમુક અધિકારીઓમાં ખુશી તો ક્યાંક નારાજગી જોવા મળી રહી છે. આ સાથે જ બદલીનાં ઓર્ડરમાં અધિકારીઓના કામ અને વહીવટી સૂઝબૂઝને નજરમાં રાખવામાં આવી રહી છે.

વીજતંત્રના સૂત્રોએ કહ્યું કે, પશ્ચિમ ગુજરાત વીજકંપનીમાં ચીફ ઈજનેર તરીકે ફરજ બજાવતા જે.જે.ગાંધીને ગત વર્ષે ઉર્જા વિકાસ નિગમમાં જનરલ મેનેજર પદે નિયુક્તિ આપવામાં આવી હતી. હવે તેઓને ફરી PGVCL​​​​​​​માં મુકાયા છે. આ સિવાય સ્થાનિક લેવલે પણ બદલી-બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. બોટાદમાં ફરજ બજાવતા એકઝીકયુટીવ એન્જિનિયર એન.એન.અમીનને જામનગરમાં સુપ્રિ. એન્જિનિયર બનાવાયા છે. ડેપ્યુટી ઈજનેરો જે.કે.માલવી તથા કે.જી.શિંગાળીયાને એક્ઝિકયુટીવ એન્જિનિયર તરીકે બઢતી આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *