રાજકોટના કોઠારીયામાં ગુલાબ નગર શેરી નંબર-7માં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા 34 વર્ષીય સહદેવ મકવાણાએ આજીડેમ પોલીસ મથકમાં વિકાસ ઉર્ફે વીકી, તેની પત્ની કાજલ, પિતા દશરથસિંહ, તેના કાકાનો દીકરો , મિત્ર લાલિયો અને 3 અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ નોંધાયા મૂજબ 8 શખ્સોએ ફરિયાદીના મકાન પર ઈંટો અને પથ્થરના ઘા કર્યા હતા. આરોપી 1 અને 4 એ લોખંડના પાઇપ વડે તો તેની સાથેના આરોપીઓએ ઈંટો અને પથ્થરના ઘા કરી રિક્ષામાં રૂ. 35000 નું તો પવન ખંડેરાવના ટુ વ્હીલરમાં રૂ. 15,000નુ નુકસાન કર્યું હતું.