નિવૃત્ત બેંક મેનેજરને 15 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ.56 લાખ પડાવ્યા

દેશભરમાં ડિજિટલ એરેસ્ટ કરનારા ઓનલાઇન લૂંટારુઓ બેકાબૂ બન્યા છે. ત્યારે રાજકોટમાં રહેતા અને સુરતમાં બેંકમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીને અજાણ્યા નંબરમાંથી હિન્દી ભાષી શખ્સોએ ફોન કરી તમારા બેંક ખાતામાં 2.5 કરોડ છે અને તમે મની લોન્ડરિંગનો ઉપયોગ કર્યો છે અને તમારું એરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે. નરેશ ગાયેલ નામના શખ્સે 247 લોકો સાથે છેતરપિંડી કરી હોય જે કેસમાં તમારી સંડોવણી ખુલ્લી છે. તેમ કહી 15 દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરી દર બે કલાકે ફોન કરી વોટ્સઅેપમાં ફોટા મોકલવાનું કહી સવાર, બપોર અને સાંજ સુધી બેસાડી રાખી તેની પાસેથી ઓનલાઇન 56 લાખ પડાવી લીધાની ફરિયાદ કરતા સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં ઢેબર રોડ નજીક હસનવાડીમાં રહેતા અને અગાઉ સુરતમાં પંજાબ બેંકમાં નોકરી કરતા અને હાલ નિવૃત્ત જીવન જીવતા મહેન્દ્રભાઇ અંદરજીભાઇ મહેતાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે ચાર અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.11-7ના રોજ મારી પત્ની સાથે હોસ્પિટલમાં હતા ત્યારે કોઇ અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો. જે હિન્દીમાં વાત કરતા હોય અને તેને મને કહેલ કે, હું પોલીસ ઇન્સ્પેક્ટર બોલું છું અને તમારા વિરુદ્ધ મુંબઇ તિલકનગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *