વીડિયો ગેમ વ્યસન, જેને ઈન્ટરનેટ ગેમિંગ ડિસઓર્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના પરિણામે ભોગ બનનારના જીવનના ઘણા પાસાઓ પર નકારાત્મક પરિણામો આવે છે. મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રોફેસર યોગેશ જોગસણ અને અધ્યાપક ડો.ધારા દોશીના માર્ગદર્શનમાં પીએચ.ડીની વિદ્યાર્થિની વરુ જીજ્ઞાએ 14 વર્ષથી લઈને 24 વર્ષ સુધીના 1350 તરુણો અને યુવાનો પર સરવે કર્યો હતો. વીડિયો ગેમ વ્યસનના સરવેમાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ સામે આવી છે.
ઘણા સંશોધકો વીડિયો ગેમના વ્યસનને જુગારના વિકાર જેવું જ વર્તણૂકીય વ્યસન માને છે, જેમાં જીતવાની ઉતાવળ રમવાનું મુખ્ય કારણ બની જાય છે. 91% વીડિયો ગેમની આદતવાળા લોકો માને છે કે, વીડિયોગેમ્સ રમવાથી નાણાકીય કે ભૌતિક નુકસાન થઈ શકતું નથી. 36% એ સ્વીકાર્યું કે વધુ પડતી વીડિયો ગેમ રમવાના પરિણામે શાળા-કોલેજમાં રસપૂર્વક અભ્યાસ કરી શકતા નથી. 73% યુવાનો ઓનલાઈન ગેમ અને ઈન્ટરનેટ રમત છોડવા નથી માગતા.