રેલવે સ્ટેશનમાં ચાલુ ટ્રેનમાંથી ઉતરતો મુસાફર પટકાયો

રેલવેની વારંવાર ચેતવણી છતાં સામાન્ય રીતે લોકો ચાલુ ટ્રેને ચડવા-ઉતરવાનું છોડતા નથી. આવી રીતે ટ્રેન પકડવામાં જીવનું જોખમ હોવા છતાં અવારનવાર લોકો આવું કરતા હોય છે. ત્યારે આજે રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા પટકાયો હતો અને ટ્રેન-પ્લેટફોર્મમાં ફસાયો હતો અને 10 ફૂટ જેટલો ઢસડાયો હતો. જો કે, આ દૃશ્યો જોઈને ફરજ પર હાજર RPF જવાન દોડી ગયો હતો અને મુસાફરને સહી સલામત રીતે બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

રેલવેના ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર કમલેશ્વરસિંઘે જણાવ્યું હતું કે, આજે બપોરે ચારેક વાગ્યા આસપાસ આવતી સૌરાષ્ટ્ર મેલમાં RPF જવાનની સતર્કતાથી મોટી દુર્ઘટના થતા અટકી હતી. જેમાં એક મુસાફર ચાલુ ટ્રેને ઉતરવા જતા પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાય ગયો હતો. જો કે, ફરજ પર તહેનાત પ્રભાત લોખીલ નામનો RPF જવાન તુરંત જ દોડી ગયો હતો અને ગણતરીની સેકંડમાં મુસાફરને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *