રાજકોટ શહેરના પોપટપરા વિસ્તારમાં બની રહેલી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજા માળેથી પટકાતાં પીન્ટુ નામના યુવકનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે નજરે જોનર વ્યક્તિએ મૃતકના ભાઈને ઝઘડો થતા યુવકને તેના મિત્રએ જ ધક્કો મારી નીચે ફેંકી દીધી હોવાની માહિતી આપતા પોલીસે આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તા.15.07.2024 ના રોજ પોપટપરા સ્મશાનની સામે નવી બની રહેલ આવાસ યોજનાના બિલ્ડિંગમાં એક યુવાનનું ચોથા માળેથી નીચે પડી જવાથી અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જે બાબતે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન દ્વારા એકસ્માતે મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરીલ હતી. જેમાં પોલીસને અગાઉથી શંકા હતી કે, કદાચ આ કેસમાં ચોથા માળેથી ધક્કો મારવાના કારણે પણ મૃત્યુ થયું હોઈ શકે છે. આ બાબતે યોગ્ય તપાસ કરવા માટે પોલીસ દ્વારા બે ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન આજુબાજુમાં રહેતા લોકો કે જેઓ આ આવાસ યોજનામાં કામ કરે છે, તેમના નિવેદનો લેવામાં આવ્યા હતાં. તેમજ યુક્તિ પ્રયુક્તિથી તમામ મજૂરોની પૂછપરછ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પોલીસને એક વ્યક્તિ પર શંકા ગઈ હતી. જેથી તે દિશામાં વધુ ઝીણવટભરી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, મરણ જનારનું મૃત્યુ અકસ્માતના કારણે નહીં, પરંતુ ચોથા માળેથી ધક્કો મારી દેવાના કારણે થયું છે.