નેપાળી પરિવારે એકની એક પુત્રી ગુમાવતા કલ્પાંત સર્જાયો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર હાઇ-વે પર અવધ રોડ પર નિર્વણા ટાવર સોસાયટીમાં વધુ એક કરૂણ બનાવ સામે આવ્યો છે. સિક્યુરિટીનું કામ કરતાં નેપાળી પરિવારની બે વર્ષની માસૂમ બાળકી પ્રિયાંસી ફુવારાના ત્રણ ફૂટ ઊંડા પાણી ભરેલ ખાડામાં ડૂબી જતાં તેનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી જવા પામી હતી બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટાફે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ શહેરમાં કાલાવડ હાઇ-વે પર આવેલ અવધ રોડ પર નિર્વણા ટાવર સોસાયટીમાં રહેતાં શેરસિંહ સોસાયટીમાં સિક્યુરિટીનું કામ કરે છે. જ્યારે તેના પત્ની ત્યાં જ સોસાયટીમાં ઘરકામ કરે છે. તેમને સંતાનમાં એક-બે વર્ષની પુત્રી પ્રીયાંસી હતી. ગઈકાલે સાંજના સમયે પતિ-પત્ની સાથે બેઝમેન્ટ પાર્કિંગમાં સફાઈકામ માટે પુત્રીને રૂમ પાસે મૂકીને ગયાં હતાં. આ દરમિયાન પુત્રી રમતાં રમતાં સોસાયટીમાં આવેલ પાણીના ફુવારા પાસે પહોંચી હતી અને બાદમાં તે ફુવારાના ત્રણ ફૂટ ઊંડા ખાડામાં રમતાં-રમતાં પડી જવા પામી હતી. પાણી ભરેલા ખાડામાં પટકાયા બાદ બાળકી પાણીમાં ગરકાવ થતાં બેભાન થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *