ટીપરવાનની ડ્રાઈવિંગ સીટ પર સગીર

રાજકોટ મનપા તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં કચરો ઉઘરાવતી ટીપરવાન એક નાનો બાળક ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં શહેરના તિરૂપતિનગરમાં આવેલી ટીપરવાનના ચાલક તરીકે બાળક જોવા મળતા સ્થાનિક વ્યક્તિએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મનપાની ઘોર બેદરકારી સામે આવી હતી. જોકે આ ખૂબ ગંભીર બાબત હોવાનું જણાવી મ્યુ કમિશનરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે.

મળતી માહિતી અનુસાર રૈયારોડના તિરૂપતિનગરમાં કચરો લેવા માટે આવેલી ટીપરવાન રસ્તા ઉપર ઉભી રહી હતી, ત્યારે તેમાં નાનો બાળક તે ચલાવતો હોવાનું સ્પષ્ટ થતાં તેને રોકીને એક જાગૃત નાગરિકે વીડિયો બનાવાયો હતો અને જ્યારે બાળકને કહ્યું કે ડ્રાઈવર ક્યાં? ત્યારે તે ભંગારવાનનો સુતળી અને વાયરથી બાંધેલો હતો તે છોડીને બાળક નીચે ઉતર્યું ત્યારે દરવાજો અલગ પડી જાય તે રીતે ખુલ્યો હતો. ટીપરવાનની હાલત ખખડધજ હતી અને ચાલક તેની પાછળ હતો તેણે દાવો કર્યો હતો કે, તેની પાસે લાયસન્સ છે. બાળકને કેમ વાન ચલાવવા આપી? તેવા સવાલનો તે જવાબ આપી શક્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *