કરોડપતિ ચોરે બે સાગરિતો સાથે મળી 12 લાખ ચોર્યા

રાજકોટ શહેરના કરણપરા વિસ્તારમાં 4 દિવસ પહેલા ઈલેક્ટ્રોનિક ચીજવસ્‍તુના વેપારી કેકીનભાઇ દિલીપભાઇ શાહના ઘરમાંથી રોકડ, દાગીના મળી રૂ.10 લાખથી વધુની માલમત્તાની ચોરી કરવામાં આવી હતી. આ પરિવારના ઘરમાં ઉધઇ થઇ હોઇ દવા છંટકાવ કર્યો હોવાથી બધા સગાના ઘરે ગયા ત્‍યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી મૂળ જામનગર-લાલપુરના અને હાલ સુરત સ્‍થાયી થયેલા કરોડપતિ ચોર તરીકે ઓળખાતા અને અગાઉ ચોરીના 35 ગુનામાં સંડોવાઇ ચુકેલા આનંદ ઉર્ફ રાજુ ઉર્ફ કરોડપતિ ચોર જેસંગ ઉર્ફ જેસીંગભાઇ સિતાપરા (ઉ.વ.63) તથા તેની સાથે બે સાગરિતો ઇમ્‍તિયાઝ ઉર્ફ ઇમ્‍તુ ઉર્ફ ઇમ્‍તુડો અલ્‍તાફભાઇ પરમાર (ઉ.વ.24) અને ચિરાગ મુક્‍તિલાલ શાહ (ઉ.વ.44)ને પકડી લીધા છે. જ્‍યારે ચોથા શખ્‍સ ગોંડલના વિજય રમેશ સિતાપરાનું નામ ખુલતા ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજકોટ કરણપરા વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનામાં એ-ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ટીમને મળેલી બાતમી પરથી આ ત્રણેય તસ્‍કરને દબોચી લઇ તેની પાસેથી રૂ.8,24,700ના સોનાના દાગીના, રૂ.4,16,800ના ચાંદીના દાગીના અને રૂ.60 હજારનું એક્‍ટીવા, 10 હજારના મોબાઇલ ફોન મળી રૂ.13,14,500નો મુદામાલ કબ્‍જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *