આધેડને બળાત્‍કારના ગુનામાં આજીવન કેદની સજા પડી

રાજકોટના જુના મોરબી રોડ પર શ્રીનાથ ટ્રાવેલ્‍સ સામે રહેતાં હરેશભાઇ ગોપાલદાસ સોલંકી (ઉ.વ.45) નામના આધેડને બળાત્‍કારના ગુનામાં આજીવન કેદની સજા પડી હોઇ સાડા ત્રણ વર્ષથી જેલમાં હોઇ અગિયાર દિવસના પેરોલ પર છુટીને બહાર આવ્‍યા બાદ તબિયત બગડતાં સારવાર માટે દાખલ કરાયા હતા. જો કે, સારવાર કારગત ન નીવડતા મોત નીપજ્યું હતું. હરેશભાઇ સોલંકીની 27મીએ તબિયત બગડતાં ટેન્‍શનના કારણે ડાયાબીટીસ વધી જતાં તેને સારવાર માટે દાખલ કરાયા હતાં. સારવાર દરમિયાન દમ તોડી દેતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ હરેશભાઇ વિરૂધ્‍ધ બળાત્‍કારનો ગુનો નોંધાયા બાદ આજીવન કેદની સજા પડી હતી જેના કારણે છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં હતાં. એ પછી તેને 18.06.2024 ના રોજ પેરોલ મળતાં જેલમાંથી બહાર આવ્‍યા હતાં અને પરત 3.07.2024ના જેલમાં હાજર થવાનું હતું પરંતુ, 27મીએ તેની તબીયત બગડી જતાં દાખલ કરાયા હતાં અને સારવાર કારગત ન નીવડતાં તેમનું મોત નિપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *