રેલનગરમાં આધેડનું હાર્ટએટેકથી મોત

શહેરમાં રેલનગરમાં આવેલા વીર સાવરકર ટાઉનશિપમાં રહેતા નીતિનભાઇ રામશંકરભાઇ રાજ્યગુરુ (ઉ.54) પોતાના ઘેર હતા ત્યારે બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પ્ર.નગર પોલીસ તપાસ કરતાં મૃતક નીતિનભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનોમાં નાના હતા અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતકને કેટલાક સમયથી હાર્ટની બીમારી હોય અને હાલમાં તેઓ કામ કરતાં ન હતા. રવિવારે તેના ઘેર હતા ત્યારે એકાઅેક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *