રૈયારોડ બાપા સિતારામ ચોકમાં રામેશ્ર્વર સોસાયટી શેરી નં. 2માં રહેતા તુષારભાઈ કાંતિભાઈ કોરિયા (ઉ.વ.39)એ ગઈકાલે સાંજે કાલાવડ રોડ પર પ્રદ્યુમનવિલા પાસે હતા ત્યારે ઝેરી દવા પી જતાં તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતાં. આ બનાવની જાણ રાજકોટ તાલુકા પોલીસને કરાતા મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે, તુષારભાઈને સંતાનમાં એક દીકરી છે તેમના પત્ની હાલ સગર્ભા છે. તેઓ મુળ જૂનાગઢના વતની અને હાલ રાજકોટ તેમના સાળા સાથે રહી જલારામ ચોકમાં પંજાબી-ચાઈનીઝની લારી ચલાવતા હતા તેમનો ધંધો બરાબર ન ચાલતા આર્થિક ભીંસથી કંટાળી પગલુ ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.