જસદણના ભાડલામાં પરિણીતાનો આપઘાતનો પ્રયાસ

ભાડલામાં પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો અને હજુ તો ફાંસો લગાવ્યો ત્યાં જ સાસુ જોઈ જતા તુરંત નીચે ઉતારી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરિણિતાની ઉંમર 29 વર્ષ છે. તેના લગ્નને 8 વર્ષ થયા છે.

તેને સંતાનમાં 2 દીકરા અને 1 દીકરી છે. તેણે ગઈકાલે રાત્રે 12:00 પોતાના ઘરે પતરા વાળી રૂમમાં લોખંડના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યારે જ તેના સાસુ જોઈએ જતા તુરંત જ પરિણીતાને નીચે ઉતારી લીધી હતી. દેકારો મચી જતા ઘરના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા અને પરિણિતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસેડાઈ હતી. હાલ તેણી સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *