રાજકોટમાં રહેતી યુવતીને અમદાવાદના શખ્સે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી તેની પત્ની સાથે છૂટાછેડા લેવાના હોય અને પૈસાની જરૂર છે કહી પાંચ લાખ લઇ જાણ બહાર ન્યૂડ વીડિયો ઉતારી વધુ પૈસાની માંગ કરી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હોવાની યુવતીએ ફરિયાદ કરતાં એ.ડિવિઝન પોલીસે અમદાવાદના શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં રહેતી યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે અમદાવાદમાં વાસણા બસ સ્ટેશન પાસે નીલકંઠમણી કો-ઓપરેટિવ સોસાયટીમાં ગીતા એપોર્ટમેન્ટમાં રહેતો કૃણાલ મયંકભાઇ મચ્છર ઉર્ફે દુષ્યંત ઝવેરીનું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદના કૃણાલે તેને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે લગ્ન કરશે તેવી લાલચ આપી હતી. બાદમાં પત્ની સાથે છૂટાછેડા લેવાના છે તેમાં પૈસાની જરૂર છે કહી તેની પાસેથી રૂ.પાંચ લાખ લીધા હતા અને બાદમાં તેની જાણ બહાર યુવતીના ન્યૂડ વીડિયો ઉતારી તેને વોટ્સએપમાં મોકલી વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી હતી. ત્યારબાદ અગાઉ કોઈને કોઈ બહાને રૂપિયાની માગણી કરતો રહેતો અને યુવતીનો વિશ્વાસ કેળવી લીધો હોવાથી યુવતી પાસેથી કટકે-કટકે રૂપિયા મળી કુલ રૂ.15 લાખ લઇ ગયાનું જણાવતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી અમદાવાદ પોલીસને મોકલવાની કાર્યવાહી કરી છે.