19 જૂને રાજકોટમાં રોજગાર ભરતીમેળો યોજાશે

રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ કોર્પોરેશન લિમિટેડ હેઠળના એન.એસ.આઇ.સી ટેકનિકલ સર્વિસ સેન્ટર,રાજકોટ દ્વારા તા. 19 જૂન સવારે 9:30 વાગ્યે 80ફૂટ રોડ,આજી ઇન્ડસ્ટ્રીયલ એરીયા, અમૂલ સર્કલ નજીક, ગુજરાત ફોર્જિન્ગ્સની સામે, રાજકોટ ખાતે રોજગાર ભરતી મેળો યોજવામા આવશે. આ રોજગારલક્ષી મેળામાં તમામ અનુભવી-બિનઅનુભવી સી.એન.સી. ઓપરેટર, વી.એમ.સી.ઓપરેટર, ઓટો કેડ, એન.એક્સ કેડ /કેમ, ઈલેક્ટ્રિશિયન, પીએલસી પ્રોગ્રામર, મિકેનિકલ એન્જિનિયર, ક્વોલિટી એન્જિનિયર અને કોમ્પ્યુટર ઓપરેટર જોડાઈ શકશે. ભરતી મેળામાં દરેક ઉમેદવારે રીઝયુમની કોપી સાથે લાવવાની રહેશે. આ વિશે વધુ માહિતી માટે મો. 7202957042 ઉપર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *