રાજકોટ સહિત અનેક જિલ્લામાં ઘરફોડ ચોરી કરનાર રીઢો ગુનેગાર ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય, ભાવનગર, બોટાદ જીલ્લામાં ઘરફોડ ચોરીના અનેક ગુનામાં પકડાઈ ચૂકેલ દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરનાર ગેંગના રીઢા ગુનેગારને ઝડપી લઈને રાજકોટ રૂરલ એલસીબી ટીમે વધુ તપાસ ચલાવી છે.

રાજકોટ રેંજ પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જીલ્લાના નાયબ પોલીસ મહાનિરીક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા જીલ્લાના વણ શોધાયેલ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધી કાઢવા અને આરોપીને ઝડપી લેવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેને પગલે રાજકોટ ગ્રામ્ય એલસીબી ટીમ તપાસમાં હોય દરમિયાન ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને બાઈક અને મોબાઈલ સહીત ૩૫ હજારના મુદામાલ સાથે ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા તેના અન્ય સાગરીતો સાથે મળીને રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં અલગ અલગ સાત સ્થળોએ ચોરી કર્યાની કબુલાત આપી હતી જેથી પોલીસે આરોપી ભરત ઉર્ફે પશુ મનુભાઈ જસમતભાઈ વાઘેલા રહે હાલ નવાણીયા ગામ જી.ભાવનગર વાળાને ઝડપી લીધો હતો જયારે અન્ય ચાર ઇસમોના નામો ખુલ્યા હતા. ઝડપાયેલ આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે જેમાં ભરત વાઘેલા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય, બોટાદ સહિતના પોલીસ મથકમાં ચાર ગુના નોંધાઈ ચુક્યા છે તો તેની ગેંગના સાગરિત ભયલુ વાઘેલા વિરુદ્ધ ૩ ગુના, ગેન્ગના અન્ય સાગરિત મુકેશ સોલંકી વિરુદ્ધ ભાવનગર, બોટાદ સહિતના જીલ્લામાં ૨૧ ગુના નોંધાઈ ચુક્યા છે ઝડપાયેલ આરોપી ભરત વાઘેલાએ ગોંડલ, લોધિકા, આટકોટ સહિતના સાત સ્થળોએ ચોરીને અંજામ આપ્યાની કબુલાત આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *