વિશ્વમાં 2024નું ભવ્ય સ્વાગત

2024ની શરૂઆત સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવી. લંડનમાં આતશબાજી સાથે નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. થેમ્સ નદી પાસે લાખો લોકો એકઠા થયા હતા. 12 હજારથી વધુ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. અહીં 600 ડ્રોન અને 430 લાઇટનો ઉપયોગ કરીને એક શો યોજાયો હતો. લોકોએ સંગીત પર ડાન્સ કરીને ઉજવણી કરી.

તે જ સમયે જાપાનમાં પરંપરા અનુસાર નવા વર્ષ પર બૌદ્ધ મંદિરોમાં ઘંટ ​​​​​​વગાડવામાં આવે છે. આ માટે ટોકિયોમાં સુકીજી મંદિરની બહાર હજારો લોકો એકઠા થયા હતા. આ દરમિયાન લોકોને ગરમ દૂધ અને સૂપ આપવામાં આવ્યો હતો. લોકો પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા. અમેરિકા, દક્ષિણ કોરિયા, ઉત્તર કોરિયા, જાપાન, ઇજિપ્ત, દક્ષિણ આફ્રિકા, ગ્રીસ, જર્મની, ઇટાલી, બ્રિટન, બ્રાઝિલમાં પણ નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *