જસદણનાં દર્શન ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ગ્રુપનાં નરેન્દ્રભાઈ શિવરામભાઈ તેરૈયાનાં જમાઇ ભાવેશકુમાર વિનોદરાય આર્યાય (બામટા) તા. 6 ડિસેમ્બરને શુક્રવારે ઇન્ડીયન આર્મીમાંથી ભારતમાતાની સેવા પૂર્ણ થતા નિવૃત થયા હતા. આજરોજ તેમનો સત્કાર સમારંભ જસદણ ખાતે યોજાયો હતો.
જેમાં ઉના તાલુકાના ઉંદરી ગામના વતની ભાવેશકુમારનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જસદણના અગ્રણી અને રાજકોટ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈએ ભાવેશકુમારની દેશ સેવાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતાં અને તેમને નિવૃતિ જીવનની શુભકામનાઓ પાઠવી હતી.