ગોંડલ તાલુકાના વેકરી ગામ ખાતે વરસાદી પાણીમાં ફસાયેલા ખેતમજૂર પરિવારનું રેસ્ક્યુ કરાયું

રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પરિણામે ઘણા જળાશયો ઓવરફ્લો થયા છે. કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે તેમજ વરસાદી પાણીમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે.

ગોંડલ તાલુકાના વેકરી ગામ ખાતે સંજયભાઈ અમૃતિયાની વાડીમાં પૂરમાં ફસાયેલા ખેતમજૂર પરિવાર પતિ, પત્ની અને બાળક એમ ત્રણ લોકોને તલાટી દ્વારા સ્થાનિક તરવૈયા અને બોટની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓ સુરક્ષિત સ્થળ આશરો લઈ રહ્યા છે અને તેમણે બચાવ કામગીરી બદલ તંત્રનો આભાર માન્યો હતો. આમ અતિભારે વરસાદની આપત્તિ વખતે ‘નાગરિકોની પડખે સરકાર’ સૂત્ર સાર્થક થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *