લોકમેળા સંદર્ભે કલેક્ટરના નામે ફેક ઓડિયો ફરતો થયો

રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના નામે એક ઓડિયો ફરતો થયો હતો. તેમાં એક વ્યક્તિ એવા શબ્દો ઉચ્ચારી રહ્યો છે કે, રાજકોટના રેસકોર્સના મેદાનની જમીન પક્કડવાળી હોવાથી સોઈલ ટેસ્ટ રિપોર્ટ સો ટકા હકારાત્મક આવશે જેથી સ્ટ્રક્ચર બનાવવાની જરૂરિયાત રહેશે નહીં. આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં લોકમેળામાં સ્ટોલ અને પ્લોટ રાખનારા વેપારીઓ મુંઝવણમાં મુકાયા હતા ત્યારે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ ઓડિયો ક્લિપ ફેક હોવાનું જણાવ્યું છે.

લોકમેળામાં આઈસ્ક્રીમના 16 ચોકઠા વેચવા માટે વહીવટીતંત્રને ભારે કવાયત કરવી પડી હતી. વેપારીઓએ હરાજીમાં ભાગ નહીં લેતા એજન્સીને આપી દેવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *