શહેરમાં રોગચાળો બેકાબૂ બન્યો હોય તેમ તાજેતરમાં અટિકામાં ચાર દિવસથી તાવમાં પટકાયેલા યુવકનાં મોત બાદ કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં આઠ દિવસથી તાવમાં પટકાયેલી બાળકીનું મોત નીપજતા તેના પરિવારમાં ગમગીની સર્જાય છે.
બનાવને પગલે આજી ડેમ પોલીસે તપાસ કરતાં મૃતક બાળકી જન્મથી જ દિવ્યાંગ માતા અને નાના ભાઇ સાથે રહેતી હોવાનું તેેના પરિવારે જણાવતા વિશેષ કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સીતારામ સોસાયટી 25 વારિયામાં રહેતી આશા તુરણ નારાયણભાઇ બીન (ઉ.13) પોતાના ઘેર તાવની બીમારી સબબ બેભાન થઇ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જેનું સારવાર દરમિયાન મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે.