રાજકોટ મનપાના તત્કાલીન ચીફ ફાયર ઓફિસર અનીલકુમાર મારુ ફાયર NOC માટે અરજદાર પાસે લાંચની માંગણી કરેલ હતી જે નક્કી થયા મુજબ મનપા કચેરી સ્થિત તેમની ઓફિસ ખાતે તેઓ રૂ.1.80 લાખની લાંચ લેતા ઝડપાઇ જતા એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે ગુનાની ચાર્જશીટ રજૂ થતા આરોપી અનીલકુમાર મારુએ જામીન મેળવવા અરજી કરી હતી જો કે કોર્ટ દ્વારા તેમની આ જામીન અરજી ના મંજુર કરી દેતા હવે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે અને જેલવાસ લંબાયો છે.
રાજકોટ મનપાના તત્કાલીન ડિસ્ટ્રીકટ ફાયર ઓફીસર આરોપી અનીલકુમાર બેચરભાઇ મારૂ ગત તા.12.08.2024ના રોજ રૂ.1.80 લાખ લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઇ જતા આરોપી વિરૂધ્ધ રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ સ્ટેશન ગુ.ર.નં.05/2024, ભ્ર.નિ.અધિ.સને-1988 (સુધારો-2018) ની કલમ 7(a) તથા 13(2) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો જે ગુન્હામાં આરોપી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે હોય જેના વિરૂધ્ધ રાજકોટ શહેર એ.સી.બી.પોલીસે ચાર્જશીટ ભરી નામદાર સ્પેશ્યલ જજ સાહેબ, સેશન્સ કોર્ટ, રાજકોટમાં રજુ કરેલ હતું.