રાજકોટના બામણબોર ગામે રહેતા અને બાંધકામના કાન્ટ્રાક્ટનો ધંધો કરતા યુવકે પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા એરપોર્ટ પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, બામણબોર ગામે રહેતા દીપકભાઇ મનુભાઇ વાળા (ઉ.35) એ તા.13ના રોજ પોતાના ઘેર હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજતા એરપોર્ટ પોલીસ મથકના જમાદાર પરાક્રમસિંહ સહિતના સ્ટાફે તપાસ કરતાં મૃતક યુવાન ત્રણ ભાઇમાં મોટા હોવાનું અને બાંધકામના કોન્ટ્રાક્ટનું કામ કરતાં હોવાનું પરિવારે જણાવતા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.