સમાજમાં બદનામ કરવા કાવતરૂ ઘડ્યું

મૂળ દ્વારકા જિલ્લાના મીઠાપુરની વતની અને હાલ રાજકોટમાં રહેતી કોલેજીયન યુવતીને સમાજમાં બદનામ કરવા ઇરાદે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવી યુવતીના અશ્લીલ ફોટા ડીપીમાં ચડાવતાં સાયબર ક્રાઈમે પોલીસે ઓખા મંડળના મેહુલ સામે આઈટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર અયોધ્યા ચોક પાસે સિધ્ધી વિનાયક સોસાયટીમાં રહેતી 19 વર્ષીય યુવતીએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇન્સ્ટાગ્રામ i am sorryનુ આઈડી મેહુલ રણમલભાનું નામ આપતાં સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણી કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેમજ અયોધ્યા ચોક પર આવેલ એક ઓફીસમાં નોકરી કરે છે. તેમના ઈન્સ્ટાગ્રામ આઈડીમા ગઇ તા. 13ના કોઈ અજાણ્યા ફેક ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. i am sorry આઈડીમાથી ખરાબ મેસેજ તથા તેણીના અશ્લીલ ફોટો તે ફેક આઈડીની ડીપીમા રાખી તેમને હેરાન કરી સમાજમા બદનામ કરવાના ઈરાદે રાખેલ હતાં. જે ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. વાળા વિરૂધ્ધ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબરમાં કોલ કરી અરજી નોંધાવેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *