રાજકોટમાં કોલેજિયન ગર્લને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ

રાજકોટ શહેરમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલેજિયન યુવતીને એક શખસે પ્રેમજાળમાં ફસાવી તેને લગ્ન કરવાની લાલચ આપી હોટલમાં લઈ ગયો હતો. ત્યારબાદ તેના પર દુષ્કર્મ ગુજારી તેનો ન્યૂડ વીડિયો પણ બનાવી લીધો હતો. બાદમાં યુવતીએ સંબંધ તોડી નાખતા આ શખસે તેની ગર્લફ્રેન્ડ સાથે મળીને યુવતીને બ્લેકમેઈલ કરી તેની પાસે પાંચ લાખની માગણી કરી હતી. જેથી પીડિતાએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંટી-બબલી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં યાજ્ઞિક રોડ પર આવેલી ડી.એચ. કોલેજમાં અભ્યાસ કરતી અને પાર્ટ ટાઈમ ટ્યૂશન ચલાવતી 20 વર્ષીય યુવતીએ ફરિયાદ નોંધાવી છે. તેણે આરોપીમાં તુષાર વજાણી અને તેની ગર્લફ્રેન્ડ કોમલ દાફડાનું નામ આપતા જણાવ્યું હતું કે, આજથી ત્રણ મહિના પહેલાં આજી ડેમ પાસે આવેલી રોયલ રાજ હોટલે તેના મિત્રની બર્થ-ડે પાર્ટીમાં ગઈ હતી. જ્યારે આરોપી તુષાર પણ ત્યાં આવ્યો હતો અને યુવતીની જાણ બહાર તેનો મોબાઈલ નંબર લઈ પોતાનું નામ લક્કી જણાવ્યું હતું . થોડા સમય બાદ આરોપી તુષારે યુવતીને વ્હોટ્સએપમાં મેસેજો કરતા યુવતીએ તેને બ્લોક કરી દીધો હતો.

ત્યારબાદ યુવતી જ્યાં ટ્યૂશન ક્લાસીસ કરાવવા માટે જતી હતી, ત્યારે આરોપી તેને લાઈક કરે છે તેવું કહ્યું હતું. પરંતુ યુવતીએ આરોપીને તેના પર વિશ્વાસ નથી તેવો જવાબ આપ્યો હતો. જેથી આરોપીએ પોતાનું નામ લક્કી નહીં, પરંતુ સાચું નામ તુષાર વજાણી છે તેમ જણાવી આધારકાર્ડ બતાવ્યું હતું. ત્યારબાદ સમય જતાં તુષારે તેને વ્હોટ્સએપમાં મેસેજ કરી વાત શરૂ કરી દીધી હતી અને પોતે તેણી સાથે લગ્ન કરશે તેવા વાયદાઓ આપ્યા હતા. બાદમાં બંને ફૂલછાબ ચોક નજીક આવેલી પર્લ પેલેસ હોટલમાં મળ્યા હતા અને ત્યાં બે દિવસ માટે રોકાયા હતા, જ્યાં આરોપી તુષારે બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. જે યુવતીને પસંદ ન આવતાં તુષાર સાથે તેણે સંબંધ ઓછો કરી નાખ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *