ગાઝામાં દર 10 મિનિટે એક બાળકનું મોત

ગાઝામાં ઇઝરાયેલનું ગ્રાઉન્ડ ઓપરેશન ચાલુ છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના વડાએ યુએનએસસીને કહ્યું હતું કે ઇઝરાયલના બોમ્બધડાકાને કારણે ગાઝામાં દર દસ મિનિટે એક બાળક મરી રહ્યું છે. યુદ્ધમાં અત્યારસુધીમાં ગાઝાના 11 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં 4506 બાળકો હતાં.

આ સાથે જ ઇઝરાયલે 7 ઓક્ટોબરે હમાસના હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યામાં ઘટાડો કર્યો છે. ઇઝરાયલના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પહેલાં 1400 લોકો માર્યા ગયા હોવાની માહિતી હતી, પરંતુ હવે આ સંખ્યા 1200 થઈ ગઈ છે.

ગાઝામાં ઈઝરાયેલના બોમ્બમારાથી મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. ભારત અને અમેરિકા સહિત ઘણા દેશો ઇઝરાયલ પર ગાઝામાં બોમ્બમારો બંધ કરવા દબાણ કરી રહ્યા છે. ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું છે કે હવે વાતચીતની નહીં, પણ કાર્યવાહીની જરૂર છે. ગાઝામાં થઈ રહેલી હત્યાઓ વિરુદ્ધ હવે મુસ્લિમ દેશોએ એકસાથે આવવું જોઈએ.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઇઝરાયલને યુદ્ધવિરામની અપીલ કરી છે. બીબીસીને આપેલા ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ગાઝામાં મહિલાઓ અને બાળકોની હત્યા હવે બંધ થવી જોઈએ. જોકે મેક્રોને એમ પણ કહ્યું છે કે ઇઝરાયલને પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *