રાજકોટની આંગડિયા પેઢીના લાખો રૂપિયા ભરેલી કાર નીકળી ગઈ છે, ધાડ પાડવા માટે તૈયાર રહેજો’, ટીપ આપનાર ઝબ્બે

રાજકોટના આંગડીયા પેઢીના સંચાલકને લૂંટી લેવાની ઘટનામાં પોલીસે અગાઉ બે આરોપીને દબોચી લીધા બાદ આજે વધુ એક આરોપીને પકડી પાડ્યો હતો આરોપીઓ ટંકારાના લખધીરગઢ ગામનો વતની અને એક ફેક્ટરીનો સંચાલક હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરી વધુ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.

રાજકોટના ટીટેનિયમ એન્ટર પ્રાઈઝ નામના આંગડીયા પેઢીના સંચાલક નીલેશભાઈ ભાલોડી અને જયસુખભાઈ ફેફર તેમની કારમાં મોરબી આવી રહ્યા હતા ત્યારે તેમની કારને અકસ્માત સર્જી બાદમાં રાજકોટ મોરબી હાઇવે પર ટંકારા નજીક રૂ 90 લાખની લૂંટની ઘટના બની હતી તે ઘટનામાં પોલીસે અગાઉ ભાવનગર ના બે આરોપીને ઝડપી લીધા હતા અને તેની પૂછપરછમાં હિતેશ ચાવડા,નીકુલ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર ઉપરાંત દિગ્વિજય નામના કારખાનાના સંચાલકનું પણ નામ ખુલ્યું હતું. પોલીસે તપાસ કરતા ટંકારાના લખધીરગઢ ગામના વતની અને જબલપુર પાસે બાલાજી કોર પ્રોડક્ટ નામની ફેક્ટરી ચાલવતા દિગ્વિજય અમરશી પટેલ હોવાનું જાણવા મળતા પોલીસે તેની ધરપકડ કરી હતી આ દિગ્વિજય લૂંટનું કાવતરું ઘડાયું ત્યારથી બાકીના આરોપીના સંપર્કમાં હતો અને બનાવના દિવસે તે બેડી ચોકડી પાસે હાજર હતો અને ત્યાંથી તેને ફરિયાદી નીલેશભાઈની કાર નીકળી હોવાની બાતમી આપતા આરોપીઓએ કારનો પીછો કર્યો હતો આ ઉપરાંત દિગ્વિજયે જ આરોપીઓને કારખાનામાં રહેવા જમવા અને લૂંટ વખતે રેકી કરવા સહિતની મદદગારી કરી હોવાનું સામે આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

દિગ્વિજયનું અગાઉ સુરત આવન જાવન હતું અને અન્ય આરોપીઓ સાથે પણ ત્યાં જ મળ્યો હતો અને આરોપીઓ સાથે મળી ત્યાં જ લૂંટ નું પ્લાનિંગ કર્યું હતું. જો કે સૌથી મોટો સવાલ અહીં એ છે કે નીલેશભાઈ વિશે સંપૂર્ણ બાતમી આપનાર શખ્સ કોણ છે? તે સામે આવ્યું નથી. કારણ કે તેમની પેઢીમાં રૂપિયા અંગેની અંગત માહિતી જાણીતા વ્યક્તિ પાસે જ હોય છે જેથી આ વ્યક્તિ કોણ છે તે અંગે પણ હાલ પોલીસ તપાસ ચલાવી રહી છે અને આ મહિતી પણ વહેલી તકે સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. આરોપીને રિમાન્ડ ઉપર લેવા કોર્ટમાં રજૂ કરવા તજવીજ શરૂ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *