શહેર પોલીસે અલગ અલગ બે સ્થળે દરોડા પાડી દારૂ-બીયરના જથ્થા સાથે બે કાર ઝડપી લીધી હતી. ધરમનગરમાં દારૂ-બીયરનો જથ્થો ભરેલી કાર રેઢી મળી આવી હતી. બૂટલેગરની શોધખોળ શરૂ કરવામાં આવી હતી જ્યારે પોપટપરામાં જામનગર પંથકનો શખ્સ દારૂ-બીયરનો જથ્થો સપ્લાય કરે તે પહેલાં ઝડપાઇ ગયો હતો.
પોલીસે કારનો દરવાજો ખોલી તલાશી લેતા અંદરથી જુદી જુદી બ્રાંડનો 148 બોટલ દારૂ અને 72 ટીન બીયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.3,00,240નો મુદ્દામાલ જપ્ત કરી કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી.