શહેરમાં મવડી પ્લોટ પાસેના ગુરૂપ્રસાદ ચોકમાં સુરભી એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપસિંહ ઉમેદસિંહ જાડેજા (ઉ.30) કટારિયા ચોકડી અને કોસ્મોપ્લસ વચ્ચે નર્સરી પાસે હતો ત્યારે મયૂર નામના શખ્સે ધોકા વડે હુમલો કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે પોલીસે તપાસ કરતા દિલીપસિંહએ જણાવ્યું હતું કે તે અગાઉ છાપરા ગામે મયૂરની વડાપાંઉની દુકાનમાં કામ કરતો હોય બાદમાં તેને ત્યાથી કામ મુકી અગલ વડાપાંઉનો ધંધો શરૂ કરતો તેને હુમલો કર્યો હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધવાની અને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં રાજકોટ જિલ્લાના પડધરીમાં ગોપાલ ચોક પાસેના ભરવાડવાસમાં રહેતા ઘેલાભાઇ ઉર્ફે લાલો અરજણભાઇ બાંભવા (ઉ.30) મોવૈયાના ઢોરા પાસે હતો ત્યારે ત્યા ઉભેલા રિક્ષાચાલકને બોલાવ્યો હતો અને મારી પત્નીને ઇકો કારમાં બેસવાની ના કોણે પાડી જે બાબતે વાત કરતા તેને અન્ય શખ્સોને બોલાવી ઝઘડો કરી લોખંડના સળિયા અને ઢીકાપાટુ વડે હુમલો કરતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે પડધરી પોલીસે તપાસ કરતા હુમલો કરનાર તેના ગામનો નંદો, સમીર, આદીલ અને બાવદિન ઉર્ફે બસીર સામે ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.