સોની બજારમાં વેપારીનો એસિડ પી આપઘાત

શહેરમાં સોની બજારમાં જ્વેલર્સની દુકાનમાં વેપારીએ એસિડ પી આપઘાત કરી લેતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતા વેપારીને છેલ્લા ત્રણેક વર્ષથી માનસિક બીમારી હોય કંટાળી આ પગલું ભરી લીધાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે. 150 ફૂટ રિંગ રોડ પર આફ્રિકા કોલોની પાસે સદ્ગુરુ વંદન ધામમાં રહેતા રમેશચંદ્ર પ્રેમચંદ્ર લાઠીગરા (ઉ.73) તા.12-10ના રોજ તેની સોની બજારમાં કેતન જ્વેલર્સ નામની દુકાને એસિડ પી જતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવને પગલે એ-ડિવિઝન પોલીસ મથકના જમાદાર રમેશભાઇ ચૌહાણ સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક વેપારીને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તેને કેટલાક સમયથી માનસિક બીમારી હોય અને તેની સારવાર પણ ચાલુ હતી તેમ છતાં સારું ન થતા આ પગલું ભરી લીધાનું તેના પરિવારજનોએ જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *