જેતપુરમાં BCAની વિદ્યાર્થિનીને હાર્ટ-એટેક આવ્યો

જેતપુરમાં 18 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-એટેકને કારણે મોત થયું છે. સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું હોસ્ટેલમાં હાર્ટ-એટેક આવતાં અચાનક મોત નીપજ્યું છે. તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો
જામકંડોરણા તાલુકાના જામદાદર ગામના રહેવાસી કશીશ સતીષભાઈ પીપળવા (ઉં.વ.18) કન્યા કેળવણી મંડળમાં BCAમાં અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિનીનો પરિવાર જામકંડોરણા તાલુકાના જામદાદર ગામમાં રહે છે. કશીશ હાલ જેતપુરમાં સરદાર પટેલ કન્યા કેળવણી મંડળમાં અભ્યાસ કરતી હતી. તે આજે હોસ્ટેલમાં અચાનક જ ઢળી પડી હતી. તે બેભાન થઈ જતાં તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબોએ કશીશને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે પ્રાથમિક તપાસ અનુસાર હાર્ટ-એટેકને કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *