ગોંડલ કોર્ટની બાજુમાં સેફરોન કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતાં જમીન માપણીના ધંધાર્થીએ કારમાં રાખેલી રૂ.2.34 લાખની મતા ભરેલી બેગની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધી ગણતરીની કલાકોમાં ચોરને પકડી મુદામાલ કબ્જે કર્યો હતો.બનાવ અંગે ગોંડલના ચરખડી ગામે રહેતાં ભરતભાઈ હરસુખભાઇ સખીયા (ઉ.વ.30) એ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓને ગોંડલ કોર્ટની બાજુમાં સેફરોન કોમ્પલેક્ષમાં 402 નંબરની ઓફીસમાં શીવ સરવે નામથી જમીન માપણીની ભાગાદારીમાં ઓફીસ ચલાવે છે.
સવારના દસેક વાગ્યાની આસપાસ તે પોતાની ઓફીસે આવ્યો હતો. ત્યાં અલગ અલગ ખેડૂતો તેમની જમીનની કરેલ માપણીના કુલ રૂ.2 લાખ આપી ગયા હતાં. બાદમાં બપોરના સમયે તે પૈસા લેપટોપની બેગમાં રાખી તે પોતાના મિત્રના કારીગર સંજય ચૌહાણ સાથે ઓફીસથી નીચે ઉતર્યા હતા અને તેમને જેતપુર જવાનું હોય જેથી કારીગરને સેફરોન કોમ્પલેક્ષની બાજુમાં આવેલ લોજમાં જમવા મોકલ્યો હતો અને તેઓએ પોતાની કાર કોમ્પલેક્ષની સામે પાર્ક કરી હતી. ત્યાં જઈ બેગમા રાખેલ રૂ.2.24 લાખ રોકડા, એક લેપટોપ ગાડીમાં રાખ્યા હતાં.