શહેરના હરીહર ચોકમાં આવેલી દરગાહ પાસે એક 9 વર્ષના બાળકે યુવાનને છરી ઝીંકી દીધી

શહેરના હરીહર ચોકમાં આવેલી દરગાહ પાસે એક 9 વર્ષના બાળકે યુવાનને છરી ઝીંકી દીધી હતી. ઇજાગ્રસ્તને તત્કાલ રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવની વિગત મુજબ શહેરના રૈયા રોડ પર બ્રહ્મસમાજ પાસે શિવપરા શેરી નં.8માં રહેતા આશીફભાઇ હાજીભાઇ શેખ (ઉ.વ.41) તેનો પુત્ર આદિલ મનાલી ગયો હોય તેને તેડવા રેલ્વે સ્ટેશને રીક્ષા લઇને ગયા હતા. ત્યાંથી પરત આવતી વખતે તેઓ હરીહર ચોકમાં રહેતા તેના કાકીના ઘરે ગયા હતા. જયાં કાકીને અગાઉના લીધેલા રૂપિયા આપી પરત રીક્ષામાં બેઠા ત્યારે રીક્ષા ચાલુ કરતી વખતે આગળ રહેલી સાયકલને સામાન્ય ટક્કર લાગી હતી. આ સાયકલ 9 વર્ષના બાળકની હતી. બાળક દરગાહ નજીક જ રહેતો હોય ઘરમાં જઇ છરી લાવ્યો હતો અને આશીફના દિકરા આદિલ સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. આ દરમિયાન આશીફભાઇ વચ્ચે પડતા તેને છરી મારી દીધી હતી. આશીફભાઇ જાગનાથમાં ફલોર મીલ ચલાવે છે. હાલ તેઓ સીવીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *