54 વર્ષનો ટ્રાવેલ્સ બુકિંગનો સંચાલક 20 વર્ષની યુવતીને અડપલાં કરી ચુંબન કરતો

શહેરમાં નવીનનગરમાં રહેતો અને યાજ્ઞિક રોડ પર ટ્રાવેલ્સ બુકિંગની ઓફિસ ચલાવતો 54 વર્ષના શખ્સે ત્યાં અગાઉ કામ કરતી 20 વર્ષની યુવતીને શરીરે મરજી વિરુદ્ધ અડપલાં કરી ચુંબન કરતો હોવાનું અને રાજકોટ ઉપરાંત ગોવા તેમજ ફાર્મહાઉસમાં લઇ જઇ કૃત્ય આચરી ધમકાવતો હોય કંટાળી જઇ યુવતીએ ફરિયાદ કરતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં એક વિસ્તારમાં રહેતી અપરિણીત 20 વર્ષની યુવતીએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે નવીનનગરમાં રહેતો હિમાંશુ મનહરલાલ શાહ (ઉ.54)નું નામ આપ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી હિમાંશુ યાજ્ઞિક રોડ પર ડી.કે. ફોરેક્સ નામે ટ્રાવેલ્સ બુકિંગની ઓફિસ ચલાવતો હોવાનું અને છેલ્લા એકાદ વર્ષથી યુવતી ઓફિસમાં નોકરી કરતી હોય અવાર-નવાર ઓફિસમાં બોલાવી શરીરે અડપલાં કરતો અને યુવતી ઇનકાર કરે તો ધમકાવતો હતો. દરમિયાન રાજકોટ ઉપરાંત ગોવા તેમજ ફાર્મહાઉસમાં લઇ જતો હતો અને મરજી વિરુદ્ધ શરીરે હાથ ફેરવી ચુંબન કરતો હતો અને કોઇને કહીશ તો જિંદગી બગાડી નાખીશ અને મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. દરમિયાન યુવતીએ છેલ્લા એક માસથી નોકરી છોડી અન્ય સ્થળે નોકરી કરતી હોય જેની જાણ થતાં હિમાંશુએ ત્યાં પાછળ પહોંચી તેને ત્યાં નોકરી કરતી યુવતીનું ખરાબ કરિયરની વાત કરતો હોય જેથી જ્યાં નોકરી કરતી હતી તેના માલિકે યુવતીને વાત કરતા તેને ઘેર આવી પરિવારને વાત કરી ફરિયાદ કરી હતી. બનાવને પગલે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ આઇ.એમ. બેલીમ સહિતે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વિશેષ કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *