30 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મોત

રાજકોટ શહેરના નવા થોરાળા વિસ્તરમાં આવેલ ન્યુ સર્વોદય સોસાયટી શેરી નંબર 7માં રહેતાં નિકુલભાઈ ધનાભાઈ રાઠોડ (ઉ.વ.30) નામનો યુવક ગઈકાલ રાત્રીના 12 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતો ત્યારે હુમલો આવતા બેભાન થઈ ગયો હતો. બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક નિકુલભાઈ બે ભાઈ અને એક બહેનમાં નાના હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. યુવકનું મોત ક્યાં કારણે થયું તે જાણવા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી જેમાં પ્રાથમિક તારણ હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *