છાતીમાં દુ:ખાવા બાદ 28 વર્ષના યુવકનું મોત

નીલદીપસિંહ નરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.28) નામનો યુવક પોતાનાં ઘરે હતો, ત્યારે ગઇકાલે રાત્રિના 3 વાગ્યા આસપાસ યુવકને છાતીમાં દુ:ખાવો થતાં યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવારમાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાન ચાર ભાઈમાં મોટા અને તેઓને સંતાનમાં બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મોતનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યા હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *