રાજકોટના કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં રહેતા રાણીબેન શીવકુમાર ગૌતમ (ઉ.વ.27) આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે તેમના પતિ કોઈ કામ સબબ બહાર જતા પાછળથી તેણીએ રૂમના એંગલમાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બાદમાં પતિ ઘરે આવતા પત્નીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા આક્રંદ મચાવ્યો હતો. 108ને જાણ કરતા 108ની ટીમે પરણીતાને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મુળ ઉતરપ્રદેશના વતની મૃતક રાણીબેનને ગઈકાલે સાંજે જમવા બાબતે તેના પતિ સાથે ઉગ્ર ઝઘડો થયો હતો તે બાદ આજે સવારે અંતિમ પગલુ ભરી લીધુ હતું. મૃતકના પતિ કારખાનામાં મજુરીકામ કરે છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે જે મા વિહોણી બનતા શ્રમિક પરિવારમાં કલ્પાંત છવાયો છે.